The Noble Qur'an Encyclopedia
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesThe Calamity [Al-Qaria] - Gujarati translation - Rabila Al-Omari
Surah The Calamity [Al-Qaria] Ayah 11 Location Maccah Number 101
૧. ખટખટાવી નાખનાર.
૨. શું છે તે ખટખટાવી નાખનાર.
૩. તમને શું ખબર તે ખટખટાવી નાખનાર શું છે?
૪. જે દિવસે માનવી વિખરાયેલા પતંગિયાની માફક થઇ જશે.
૫. અને પર્વતો પિંજાયેલા રંગીન ઊન જેવા થઇ જશે.
૬. પછી જેનું ત્રાજવું ભારે હશે.
૭. તો તેઓ મનપસંદ જીવનમાં હશે.
૮. અને જેનું પલડું હલકું હશે.
૯. તેમનું ઠેકાણું હાવિયહ છે.
૧૦. તમને શું ખબર કે તે શું છે?
૧૧. ભડકે બળતી આગ (છે).